લખનઉ T20Iમાં ભારતનો વિજય…

0
1173
ભારતે લખનઉના નવા બાંધવામાં આવેલા એબી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં 6 નવેમ્બર, મંગળવારે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 71-રનથી હરાવીને ત્રણ-મેચની શ્રેણી 2-0થી કબજામાં લઈ લીધી છે. 61-બોલમાં અણનમ 111 રન સાથે કારકિર્દીમાં વિક્રમસર્જક ચોથી સદી ફટકારનાર કેપ્ટન રોહિત શર્માને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.