લકમલને ઘૂંટણિયે પડી ટીમ ઈન્ડિયા…

શ્રીલંકા સામેની વન-ડે ઈન્ટરનેશનલ્સ શ્રેણીના આરંભે જ ભારતનો ધબડકો થયો છે. 10 ડિસેમ્બર, રવિવારે ધરમશાલામાં રમાયેલી પહેલી જ મેચમાં ભારતનો 7-વિકેટથી પરાજય થયો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ માત્ર 38.3 ઓવર રમી શકી હતી અને 112 રનમાં તંબૂભેગી થઈ ગઈ હતી. તેના જવાબમાં શ્રીલંકાએ 20.4 ઓવરમાં 3 વિકેટના ભોગે 114 રન કરીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકાનો ફાસ્ટ બોલર સુરંગા લકમલ (13 રનમાં 4 વિકેટ) મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. ભારતના દાવમાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની 65 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. શ્રીલંકાએ 3-મેચોની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. બીજી મેચ 13 ડિસેમ્બરે મોહાલીમાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]