રાજકોટ મેચ જીતવાની બંને ટીમને આશા…

ભારત અને ન્યૂ ઝીલેન્ડની ટીમ ૪ નવેમ્બર, શનિવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાન પર સિરીઝની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવાના છે. મેચની પૂર્વસંધ્યાએ, ૩ નવેમ્બરે ભારતના ડાબોડી સ્પિનર અક્ષર પટેલ અને ન્યૂ ઝીલેન્ડના લેગ સ્પિનર ઈશ સોઢી, બંનેએ એવી આશા વ્યક્ત કરી હતી એમની ટીમ આ મેચ જીતશે. ભારત દિલ્હીમાં રમાયેલી પહેલી મેચ ૫૩-રનથી જીતીને સિરીઝમાં ૧-૦થી આગળ છે.

રાજકોટ મેદાનમાં પ્રેક્ટિસ કરતા કિવી ક્રિકેટરો

રાજકોટ મેદાનમાં કિવી ક્રિકેટરોનું પ્રેક્ટિસ સત્ર

પત્રકારો સાથે વાતચીત કરતો ન્યૂ ઝીલેન્ડ ટીમનો લેગસ્પિનર ઈશ સોઢી

પત્રકારો સાથે વાતચીત કરતો ભારતનો સ્પિનર અક્ષર પટેલ