સનરાઈઝર્સ હૈદરાબાદ IPL-11ની ફાઈનલમાં…

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 25 મે, શુક્રવારે આઈપીએલ-11ની ક્વોલિફાયર-2 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 13-રનથી હરાવીને સનરાઈઝર્સ હૈદરાબાદે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે જ્યાં એનો મુકાબલો 27 મે, રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે, જેની સામે હૈદરાબાદનો ક્વોલિફાયર-1 મેચમાં પરાજય થયો હતો. ક્વોલિફાયર-2 મેચમાં હૈદરાબાદના લેગસ્પિનર રાશીદ ખાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. એણે બેટિંગમાં 10 બોલમાં 34 રન કર્યા હતા અને બોલિંગમાં 3 વિકેટ લીધી હતી. સ્કોરઃ સનરાઈઝર્સ હૈદરાબાદ 174-7 (20). કોલકાતા નાઈટ રાઈડર્સ 161-9 (20).

રાશીદ ખાન – બેટિંગમાં પણ ચમક્યો

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]