ભારત પ્રવાસ અમારે માટે પડકારજનકઃ ચાંદીમલ…

શ્રીલંકાની ક્રિકેટ ટીમ ત્રણ ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવા માટે ભારત આવી છે. કોલકાતામાં આગમન કર્યા બાદ ટીમના કેપ્ટન દિનેશ ચાંદીમલ (ડાબે)એ ૯ નવેમ્બર, ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ભારત ખાતેનો અમારી ટીમનો આ પ્રવાસ અમારે માટે ઘણો જ પડકારજનક રહેશે. પત્રકાર પરિષદમાં ચાંદીમલની સાથે ટીમના વિદેશી કોચ નિક પોટાસ પણ ઉપસ્થિત છે. શ્રીલંકાની ટીમ પ્રવાસમાં તેની પ્રારંભિક મેચ ૧૧ નવેમ્બરથી ઈડન ગાર્ડન્સમાં ભારતીય બોર્ડ પ્રમુખ ઈલેવન સામે રમશે, જે બે-દિવસીય વોર્મ-અપ મેચ હશે. ત્યારબાદ આ જ મેદાન પર ૧૬ નવેમ્બરથી વિરાટ કોહલીની ટીમ સામે પહેલી ટેસ્ટ મેચ રમશે.