દક્ષિણ આફ્રિકાએ ચોથી ODIમાં ભારતને હરાવ્યું…

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમે 10 ફેબ્રુઆરી, શનિવારે જોહાનિસબર્ગમાં વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતને ડકવર્થ/લૂઈસ મેથડ અનુસાર પાંચ વિકેટથી હરાવીને છ-મેચોની શ્રેણીમાં ભારતની સરસાઈ ઘટાડીને 3-1 કરી છે. ભારતે ટોસ જીતી 50 ઓવરમાં 7 વિકેટે 289 રન કર્યા હતા. વરસાદને કારણે દક્ષિણ આફ્રિકાને 28 ઓવરને 202 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. એણે 25.3 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 207 રન કરીને મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકાની જીતમાં ડેવિડ મિલર (39), હેનરિક ક્લાસેન (અણનમ 43), એન્ડીલ ફેલુવેયો (અણનમ 23), એબી ડી વિલિયર્સ (26)ની તોફાની બેટિંગનું મુખ્ય યોગદાન રહ્યું હતું. ગૃહ ટીમની આ જીતને કારણે શિખર ધવનની 13મી સદી રૂપે થયેલા 109 રન ફોગટ ગયા હતા.