અફઘાનિસ્તાને ભારત સાથેની મેચ ‘ટાઈ’ કરી…

દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એશિયા કપ-2018 સ્પર્ધામાં 25 સપ્ટેંબર, મંગળવારે સુપર-4 રાઉન્ડમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ‘ટાઈ’ થઈ. અફઘાનિસ્તાને તેના ઓપનર વિકેટકીપર મોહમ્મદ શેહઝાદની ધુઆંધાર સેન્ચુરી (124)ની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 252 રન કર્યા હતા. તેના જવાબમાં, મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ભારતીય ટીમ 49.5 ઓવરમાં 252 સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને છેલ્લા બે બોલમાં જીત માટે 1 રન કરવાનો હતો, પણ રવિન્દ્ર જાડેજા (25) કેચઆઉટ થઈ ગયો હતો. ભારત સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી ગયું છે જ્યારે અફગાનિસ્તાન આઉટ થઈ ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]