T20I શ્રેણીવિજેતા ભારતીયો…

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે 8 જુલાઈ, રવિવારે બ્રિસ્ટોલમાં રમાઈ ગયેલી ત્રીજી અને છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 7-વિકેટથી પરાજય આપીને ત્રણ-મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 198 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે રોહિત શર્માના અણનમ 100 રનની મદદથી 18.4 ઓવરમાં 3-વિકેટે 201 રન કર્યા હતા. રોહિત શર્માને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓ એમણે જીતેલી ટ્રોફી સાથે મસ્તીભર્યા મૂડમાં. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાશે અને ત્યારબાદ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે.