રોહિત શર્માની પાંચમી વર્લ્ડ કપ સદી…

ભારતનો વાઈસ-કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં ભારે છવાઈ ગયો છે. 6 જુલાઈ, શનિવારે હેડિંગ્લી, લીડ્સ ખાતે રમાઈ ગયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 7-વિકેટથી પરાજય આપ્યો એમાં પણ રોહિત શર્માએ 103 રન કરીને પોતાનું યોગદાન આપ્યું. વર્તમાન વર્લ્ડ કપમાં તેની આ પાંચમી સદી થઈ છે અને આ સાથે તેણે ચાર સદીનો કુમાર સંગકારા (શ્રીલંકા)નો વિક્રમ તોડ્યો છે. સંગકારાએ 2015ની સ્પર્ધામાં ચાર સદી ફટકારી હતી. હેડિંગ્લી મેચનો સ્કોરઃ શ્રીલંકાઃ 264-7 (50), ભારતઃ 265-3 (43.3). રોહિત શર્મા 103, લોકેશ રાહુલ 111 (બંને વચ્ચે 189 રનની ભાગીદારી), કોહલી 34*, જસપ્રિત બુમરાહ 3 વિકેટ. શ્રીલંકાના દાવમાં એન્જેલો મેથ્યૂસે સદી ફટકારી હતી. એણે 113 રન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]