સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ફોલોઓન; ભારતનું પ્રભુત્વ…

0
1250
સિડનીમાં રમાતી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 6 જાન્યુઆરી, રવિવારે ચોથા દિવસે વરસાદ અને ઝાંખા પ્રકાશને કારણે ઘણો સમય વેડફાઈ ગયો હતો. પરંતુ ભારતે યજમાન ટીમને ઘણી મુસીબતમાં મૂકી દીધી છે. ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 300 રનમાં પૂરો કરાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ એને ફોલોઓન થવાની ફરજ પાડી હતી. પહેલો દાવ 7 વિકેટે 622 રને ડિકલેર કરનાર ભારતે 322 રનની લીડ હાંસલ કરી છે. ચોથા દિવસની રમત વહેલી બંધ થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં વિકેટ ગુમાવ્યા વગર 6 રન કર્યા હતા. ચાર મેચોની સીરિઝમાં ભારત 2-1થી આગળ છે.