કબૂતરે જેનિંગ્સની વિકેટ પાડી…

ઈંગ્લેન્ડના બર્મિંઘમ શહેરના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં 1 ઓગસ્ટ, બુધવારથી શરૂ થયેલી ઈંગ્લેન્ડ-ભારત પહેલી ટેસ્ટ મેચમાં એક કબૂતરે ઈંગ્લેન્ડના દાવને થોડીક મિનિટો સુધી અટકાવી દીધો હતો. એ પિચ પરથી જવાનું નામ જ નહોતું લેતું. એ ઉડી ગયા બાદ મેચ ફરી શરૂ થઈ હતી અને બીજા જ બોલે ઈંગ્લેન્ડનો ઓપનર કીટન જેનિંગ્સ (42) આઉટ થયો હતો. મોહમ્મદ શમીના બોલમાં એ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. પહેલા દિવસની રમતને અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 9 વિકેટે 285 રન હતો. ઓફ્ફ સ્પિનર આર. અશ્વિન 60 રનમાં 4 વિકેટ ઝડપીને ભારતનો બેસ્ટ બોલર રહ્યો હતો. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ વ્યક્તિગત 80 રનના સ્કોર પર વિરાટ કોહલીના સીધા થ્રોને કારણે રનઆઉટ થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]