પહેલી ટેસ્ટમાં ભારતનો SA પર વિજય; રોહિત શર્મા MoM…

વિશાખાપટનમના ACA-VDCA સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચમાં ભારતે 6 ઓક્ટોબર, રવિવારે સાઉથ આફ્રિકાને 203 રનથી પછાડીને 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી. 395 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાનો બીજો દાવ પાંચમા અને આખરી દિવસે 191 રનમાં સમેટાઈ ગયો હતો. બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. સાઉથ આફ્રિકાના બીજા દાવમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 35 રનમાં પાંચ વિકેટ લીધી, તો ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 87 રનના ખર્ચે 4 બેટ્સમેનને આઉટ કર્યા. મેચના બંને દાવમાં સદી ફટકારનાર ઓપનર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]