પહેલી T20I ભારત જીત્યું; કુલદીપ ‘પ્લેયર ઓફ ધ મેચ’…

0
1290
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 4 નવેમ્બર, રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 109 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 17.5 ઓવરમાં પાંચ વિકેટ ખોઈને 110 રન કરી મેચ જીતી લીધી હતી. 13 રનમાં 3 વિકેટ લેનાર ચાઈનામેન બોલર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ ટ્રોફી આપવામાં આવી હતી. બંને ટીમ વચ્ચે બીજી મેચ 6 નવેમ્બરે લખનઉમાં રમાશે.