કરીનાએ T20 વર્લ્ડ કપની ટ્રોફીઓનું અનાવરણ કર્યું…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને 1 નવેંબર, શુક્રવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના એમસીજી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય મિડિયાકર્મીઓ સમક્ષ આઈસીસી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ સ્પર્ધાઓ માટેની ટ્રોફીઓનું અનાવરણ કર્યું હતું. પુરુષો અને મહિલાઓની ટીમોની સ્પર્ધા આવતા વર્ષે અનુક્રમે ફેબ્રુઆરી-માર્ચ અને ઓક્ટોબર-નવેંબરમાં રમાવાની છે.