ઈશાંત શર્માનો પંજો, વિન્ડીઝના દાવમાં પડ્યું ભંગાણ…

એન્ટિગાના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે ભારત સામે રમાતી પહેલી ટેસ્ટ મેચમાં 23 ઓગસ્ટ, શુક્રવારે બીજા દિવસની રમતને અંતે વેસ્ટ ઈન્ડિઝે પહેલા દાવમાં 8 વિકેટે 189 રન કર્યા હતા.




વેસ્ટ ઈન્ડિઝના દાવને હચમચાવી નાખવામાં ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ મુખ્ય ભાગ ભજવ્યો. એણે 13 ઓવરમાં 42 રનમાં પાંચ વિકેટ લીધી.




વેસ્ટ ઈન્ડિઝના દાવમાં અત્યાર સુધીમાં હાઈએસ્ટ સ્કોર રહ્યો છે રોસ્ટન ચેઝનો - 48 રન. શિમરોન હેટમેયરે 35, વિકેટકીપર શાઈ હોપે 24, જોન કેમ્પબેલે 23, ડેરેન બ્રાવોએ 18, ક્રેગ બ્રેથવેટે 14 રન કર્યા હતા. કેપ્ટન જેસન હોલ્ડર 10 રન સાથે દાવમાં હતો.


અન્ય બે ફાસ્ટ બોલર - જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી તથા ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.








ભારતનો પહેલો દાવ 297 રનમાં પૂરો થયો હતો.


ભારતના દાવમાં જાડેજાની હાફ સેન્ચુરીએ મહત્ત્વનું બળ પૂરું પાડ્યું હતું. એણે 112 બોલનો સામનો કરીને 58 રન કર્યા હતા અને સૌથી છેલ્લો આઉટ થયો હતો. એણે ઈશાંત શર્મા (19)એ 8મી વિકેટ માટે 60 રનની મહત્ત્વની ભાગીદારી કરી હતી.


જાડેજાએ એના દાવમાં છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. ઈશાંત શર્મા 62 બોલ રમ્યો હતો.


વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર કેમાર રોશ 66 રનમાં 4 વિકેટ સાથે એની ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો.




ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2-ટેસ્ટની સીરિઝ રમાઈ રહી છે.