પહેલી ટેસ્ટઃ મયંક અગ્રવાલના 215, રોહિત શર્માના 176 રન…

વિશાખાપટનમના ACA-VDCA સ્ટેડિયમ ખાતે રમાતી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના 3 ઓક્ટોબર, ગુરુવારે બીજા દિવસે ભારતે તેનો પહેલો દાવ 7 વિકેટે 502 રને ડિકલેર કર્યો હતો. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે દિવસની રમતને અંતે તેના પહેલા દાવમાં 3 વિકેટ ખોઈને 39 રન કર્યા હતા. ભારતના જંગી જુમલાનો શ્રેય જાય છે મયંક અગ્રવાલ (215) અને રોહિત શર્મા (176)ની ઓપનિંગ જોડીને, જેમણે પહેલી વિકેટ માટે 317 રનની ભાગીદારી કરી હતી. અગ્રવાલે 371 બોલનો સામનો કર્યો હતો અને 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તો પહેલી જ વાર ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે રમનાર રોહિત શર્માએ 244 બોલના દાવમાં 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3-મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે.