ભારતનો વિન્ડીઝ પર 2-1થી T20I શ્રેણીવિજય…

વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 11 ડિસેંબર, બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 67-રનથી હરાવીને 3-મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી હતી.


લોકેશ રાહુલના 91 રન, કોહલીના અણનમ 70 અને રોહિત શર્માના 71 રનના જોરે ભારતે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 3 વિકેટે 240 રન કર્યા હતા. એના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી.


મેન ઓફ ધ સિરીઝ - વિરાટ કોહલી


મેન ઓફ ધ મેચ - લોકેશ રાહુલ


વિન્ડીઝનો કેપ્ટન કાયરન પોલાર્ડ 68 રન કરીને એની ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.
ભારતના ત્રણ ફાસ્ટ બોલર – દીપક ચાહર, ભૂવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી તથા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]