21મી કોમનવેલ્થ ગેમ્સઃ ગુરુરાજાએ સિલ્વર જીત્યો…

ભારતના વેઈટલિફ્ટર ગુરુરાજાએ ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા)માં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની વેઈટલિફ્ટિંગ રમતમાં 56 કિ.ગ્રા. વર્ગમાં કુલ 249 કિલો વજન ઉંચકીને બીજો નંબર મેળવ્યો છે અને રજતચંદ્રક જીત્યો છે. ગોલ્ડ મેડલ મલેશિયાના એથ્લીટે જીત્યો છે. ગુરુરાજાએ સ્નેચમાં 111 કિ.ગ્રા. અને ક્લીન એન્ડ જર્કમાં 138 કિ.ગ્રા. વજન ઉંચક્યું. કુલ 249 વજન ઉંચકી રજતચંદ્રક જીત્યો. કાંસ્યચંદ્રક શ્રીલંકાના વેઈટલિફ્ટરે જીત્યો હતો. 25 વર્ષનો ગુરુરાજ પુજારી કેરળના ચિત્તુરનો રહેવાસી છે. એ ભારતીય હવાઈ દળનો કર્મચારી છે. એના પિતા ઓટોરિક્ષા ડ્રાઈવર છે.