સેન્ચુરિયન ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન…

સેન્ચુરિયનમાં સુપર સ્પોર્ટ પાર્ક મેદાન ખાતે રમાતી બીજી ટેસ્ટ મેચમાં 15 જાન્યુઆરી, સોમવારે ત્રીજા દિવસની રમતમાં વરસાદે અવરોધ ઊભો કર્યો ત્યારે દક્ષિણ આફ્રિકાએ તેના બીજા દાવમાં 2 વિકેટે 90 રન કર્યા હતા. ડીન એલ્ગર 36 રન અને એબી ડી વિલિયર્સ 50 રન સાથે દાવમાં હતો. તે પહેલાં ભારતનો પહેલો દાવ 307 રનમાં પૂરો થયો હતો. દક્ષિણ આફ્રિકાએ પહેલા દાવમાં 335 રન કર્યા હતા. આમ, તેણે ભારત પર 28 રનની લીડ મેળવી છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ 153 રન કર્યા હતા. કારકિર્દીમાં આ તેની 21મી સદી છે. 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]