ભારતનો પહેલી વન-ડેમાં ઈંગ્લેન્ડ પર વિજય…

25 રનમાં 6 વિકેટ ઝડપનાર ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને કારકિર્દીની 18મી સદી રૂપે અણનમ 137 રન ફટકારનાર રોહિત શર્માના દેખાવના જોરે ભારતે 12 જુલાઈ, ગુરુવારે નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 8-વિકેટથી પરાજય આપ્યો હતો અને ત્રણ-મેચોની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 268 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે તેના જવાબમાં 41.1 ઓવરમાં 2 વિકેટે 269 રન કરીને મેચ જીતી લીધી હતી. કોહલીએ 75 અને શિખર ધવને 40 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમમાં, જોસ બટલરે 53 અને બેન સ્ટોક્સે 50 રનનો ઉલ્લેખનીય સ્કોર કર્યો હતો. કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. બંને ટીમ વચ્ચેની બીજી મેચ 14 જુલાઈએ લંડનમાં રમાશે.

Kolkata: Artists busy painting the wheel of a chariot ahead of Jagannath Rath Yatra 2018, in Kolkata on July 12, 2018. (Photo: IANS)