મુંબઈ ODIમાં ભારતનો વે.ઈ. પર 224 રનથી વિજય…

ભારતીય ક્રિકેટ ટીમે 29 ઓક્ટોબર, સોમવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી પરાજય આપીને પાંચ મેચોની સીરિઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. ભારત હવે આ સીરિઝમાં હારે એમ નથી. પાંચમી અને આખરી વન-ડે 1 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. 50 ઓવરમાં એણે 5 વિકેટે 377 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 36.2 ઓવરમાં માત્ર 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની જીતનો મુખ્ય શ્રેય જાય છે ઓપનર રોહિત શર્માના શાનદાર 162 રનને. કારકિર્દીમાં આ તેની 21મી સદી છે. અંબાતી રાયડુએ 100 રન કર્યા હતા અને બંનેએ ત્રીજી વિકેટ માટે 211 રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના દાવ વખતે ફાસ્ટ બોલર ખલીલ એહમદે 13 રનમાં 3 અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 42 રનમાં 3 વિકેટ ઝડપી હતી. શર્માને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]