ડે-નાઈટ ટેસ્ટમાં જીત સાથે ભારતનો ટેસ્ટશ્રેણી વિજય…

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 24 નવેંબર, રવિવારે ત્રીજા દિવસે એક દાવ અને 46 રનથી હરાવીને બે-ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી. બાંગ્લાદેશે પહેલા દાવમાં 106 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે પહેલો દાવ 9 વિકેટે 347 રને ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં 195 રન જ કરી શકી હતી. પહેલા દાવમાં 22 રનમાં પાંચ અને બીજા દાવમાં 56 રનમાં 4 વિકેટ લેનાર ફાસ્ટ બોલર ઈશાંત શર્માને 'મેન ઓફ ધ મેચ' અને 'મેન ઓફ ધ સિરીઝ' ઘોષિત કરવામાં આવ્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]