GallerySports પહેલી T20Iમાં ભારતનો આયરલેન્ડ પર વિજય… June 28, 2018 વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 27 જૂન, બુધવારે ડબલીનના ધ વિલેજમાં આયરલેન્ડને સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 76 રનથી પરાજય આપ્યો હતો. ભારતે પોતાના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 208 રન કર્યા હતા. એના જવાબમાં આયરલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 132 રન જ કરી શકી હતી. ભારતના દાવમાં રોહિત શર્માએ 97 અને શિખર ધવને 74 રન કર્યા હતા. કુલદીપ શર્માએ આયરલેન્ડના દાવમાં 21 રનમાં 4 વિકેટ ખેરવી હતી, તો યુઝવેન્દ્ર ચહલે 38 રનમાં 3 બેટ્સમેનને આઉટ કર્યા હતા. કુલદીપને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. બંને ટીમ વચ્ચેની બીજી T20I મેચ 29 જૂને રમાશે. કુલદીપ યાદવ – મેન ઓફ ધ મેચ