GallerySports ભારત T20I સિરીઝ ચેમ્પિયન… December 24, 2017 રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 24 ડિસેમ્બર, રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 5-વિકેટથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ 3-0થી જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. રોહિત શર્માએ ટોસ જીતીને શ્રીલંકાને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. પ્રવાસી ટીમે તેની 20 ઓવરમાં 7 વિકેટે 135 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 19.2 ઓવરમાં 139 રન કરીને મેચ જીતી લીધી હતી. મધ્યમ ઝડપી બોલર જયદેવ ઉનડકટને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો છે. ચેન્નાઈના ઓલરાઉન્ડર (ડાબોડી બેટ્સમેન અને ઓફ્ફ સ્પિનર) વોશિંગ્ટન સુંદરે આજની મેચમાં રમીને T20I ફોર્મેટમાં પ્રવેશ કર્યો હતો. એને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને હાલની પસંદગી સમિતિના એક સભ્ય સરનદીપ સિંહના હસ્તે T20I કેપ આપવામાં આવી હતી. એ સમયે ટીમના વડા કોચ રવિ શાસ્ત્રી પણ હાજર હતા. સુંદર T20I ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર ભારતનો સૌથી યુવાન વયનો ક્રિકેટર બન્યો છે. તેની વય 18 વર્ષ અને 80 દિવસ છે. આ પહેલાં રિષભ પંત 19 વર્ષ અને 120 દિવસની વયે T20I ક્રિકેટમાં પ્રવેશ કરનાર ભારતનો સૌથી યુવાન ક્રિકેટર બન્યો હતો. મનીષ પાંડે – 32 રન કર્યા સુંદરે કુશલ પરેરાનો પોતાની કેચ પકડી કારકિર્દીની પહેલી વિકેટ લીધી વોશિંગ્ટન સુંદર – શ્રીલંકાના દાવની પહેલી ઓવર ફેંકી વોશિંગ્ટન સુંદરને અપાઈ T20I કેપ વોશિંગ્ટન સુંદરને અપાઈ T20I કેપ વોશિંગ્ટન સુંદરને અપાઈ T20I કેપ જયદેવ ઉનડકટને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.