શ્રીલંકા પર ભારતનો 1-0થી ટેસ્ટશ્રેણી વિજય…

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 6 ડિસેમ્બર, બુધવારે નવી દિલ્હીમાં ફિરોઝશાહ કોટલા મેદાન પર ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમ્યા બાદ ત્રણ મેચની સિરીઝ 1-0થી જીતી લીધી હતી. અંતિમ સ્કોરઃ ભારત 536-7 ડિકલેર અને 246-5 ડિકલેર. શ્રીલંકા 373 અને 299-5.