ભારતે બીજી T20Iમાં સાઉથ આફ્રિકાને પરાસ્ત કર્યું…

ભારતીય ક્રિકેટ ટીમે 18 સપ્ટેંબર, બુધવારે ચંડીગઢના મોહાલીના બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 149 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે કોહલીના અણનમ 72 રનની મદદથી 19 ઓવરમાં 3 વિકેટ ખોઈને 151 રન કરીને મેચ જીતી લીધી હતી. પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્રીજી અને આખરી મેચ 22 સપ્ટેંબરે બેંગલુરુમાં રમાશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]