અન્ડર-19 વિશ્વકપ: ટીમ ઈન્ડિયા મસ્ત, કાંગારુઓ પસ્ત…

અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કારમો પરાજય આપી ચોથી વાર ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 47.2 ઓવરમાં 216 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ખેલાડીઓએ 38.5 ઓવરમાં બે વિકેટે 220 રન બનાવી કાંગારુઓને સજ્જડ પરાજય આપ્યો હતો. મનજોત કાલરાને તેની શતકીય ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જ્યારે શુભમન ગિલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]