લોર્ડ્સ ટેસ્ટ દાવમાં ઈંગ્લેન્ડનો ધબડકો…

જો રૂટના સુકાનીપદ હેઠળ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 24 જુલાઈ, બુધવારે લંડનના લોર્ડ્સ મેદાન પર આયરલેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં તેના પહેલા દાવમાં માત્ર 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આયરલેન્ડના ફાસ્ટ બોલર ટીમ મુર્તઘે 9 ઓવરમાં 13 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 23.4 ઓવર જ રમી શકી હતી અને લંચ પડે એ પહેલાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડનો ટોપ સ્કોરર રહ્યો હતો જો ડેન્લી, જેણે 23 રન કર્યા હતા.