હરમનપ્રીત કૌરની રેકોર્ડ સેન્ચુરી…

વેસ્ટ ઈન્ડિઝના ગયાનાનાં પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે ન્યુ ઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ-2018ની પ્રારંભિક મેચમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર છવાઈ ગઈ હતી. એણે 51 બોલમાં 103 રન ઝૂડી કાઢ્યા હતા. ભારતે ન્યુ ઝીલેન્ડ ટીમને 34-રનથી પરાજય આપ્યો હતો. ભારતના 194-5 (20) સ્કોરના જવાબમાં ન્યુ ઝીલેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 160 રન કર્યા હતા. હરમનપ્રીત કૌર ટ્વેન્ટી-20 ક્રિકેટમાં સદી ફટકારનાર પહેલી જ ભારતીય ખેલાડી બની છે. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવી હતી. મહિલાઓની ટ્વેન્ટી-20 ક્રિકેટમાં સદી ફટકારનાર હરમનપ્રીત કૌર દુનિયાની ત્રીજી કેપ્ટન બની છે અને મહિલાઓની T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ત્રીજી ખેલાડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]