એશિયન ગેમ્સઃ પાંચમા દિવસે ભારતે પાંચ મેડલ જીત્યા…

ઈન્ડોનેશિયાના જાકાર્તા અને પાલેમ્બાંગમાં રમાતી 18મી એશિયન ગેમ્સમાં 22 ઓગસ્ટ, બુધવારે ચોથા દિવસે ભારતે એક સુવર્ણ અને ચાર કાંસ્ય સહિત કુલ પાંચ ચંદ્રક જીત્યા. મહિલાઓની શૂટિંગમાં મહારાષ્ટ્રનિવાસી રાહી સર્નોબતે 25 મીટર પિસ્તોલ હરીફાઈમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો જ્યારે વૂશૂ રમતમાં ભારતના ચાર ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. નરેન્દ્ર ગ્રેવાલે પુરુષોની સેન્ડા 65 કિ.ગ્રા. હરીફાઈમાં, સૂર્યભાનુ પ્રતાપ સિંહે 60 કિ.ગ્રા. વર્ગમાં, સંતોષ કુમારે 56 કિ.ગ્રા. વર્ગમાં અને મહિલાઓની 60 કિ.ગ્રા. કેટેગરીમાં રોશિબીના દેવીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. મેડલ યાદીમાં કુલ 15 મેડલ સાથે ભારત 7મા સ્થાને છે. 4 સુવર્ણ, 3 રજત અને 8 કાંસ્ય.

રાહી સર્નોબત

રાહી સર્નોબત

નરેન્દ્ર ગ્રેવાલ

સંતોષ કુમાર

સૂર્યભાનુ પ્રતાપ સિંહ

રોશિબીના દેવી

પુરુષોની હોકીમાં ભારતીય ટીમે હોંગ કોંગને 26-0થી પરાજય આપ્યો હતો અને એક જ મેચમાં સૌથી વધુ ગોલ કરવાનો નવો વિશ્વવિક્રમ કર્યો છે. 1932ની ઓલિમ્પિક્સમાં ભારતે અમેરિકાને 24-1થી પરાજય આપ્યો હતો.