ભારતે વેલિંગ્ટન 20-20 મેચ 80-રનથી ગુમાવી…

ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમમાં 6 ફેબ્રુઆરી, બુધવારે ભારતને પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 80-રનથી પરાજય આપીને ત્રણ-મેચોની સીરિઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ગૃહ ટીમે એના હિસ્સાની 20 ઓવરમાં 6 વિકેટે 219 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ 19.2 ઓવરમાં 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડના ઓપનર-વિકેટકીપર ટીમ સેઈફર્ટને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. એણે 43 બોલમાં 6 સિક્સર અને 7 બાઉન્ડરી સાથે 84 રન ફટકાર્યા હતા. બીજી મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં અને ત્રીજી 10મીએ હેમિલ્ટનમાં રમાશે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]