પહેલી T20Iમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું…

નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે 3 નવેંબર, રવિવારે બાંગ્લાદેશના ક્રિકેટરોએ હવાના ભયંકર પ્રદૂષણ વચ્ચે જોરદાર પરફોર્મન્સ બતાવીને ભારતને શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 7-વિકેટથી હરાવી દીધું. ટ્વેન્ટી-20 ફોર્મેટમાં બાંગ્લાદેશનો ભારત પર આ પહેલો જ વિજય છે. બાંગ્લાદેશના કેપ્ટન મેહમુદુલ્લાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું જણાવ્યા બાદ ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 148 રન કર્યા હતા. બાંગ્લાદેશની ટીમે તેના જવાબમાં 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 153 રન કરીને મેચ જીતી લીધી. બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશ્ફીકુર રહીમ (60*)ને 'મેન ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો. 3-મેચની સિરીઝમાં આમ બાંગ્લાદેશે 1-0ની સરસાઈ મેળવી છે. બીજી મેચ 7 નવેંબરે રાજકોટમાં અને ત્રીજી તથા આખરી મેચ 10 નવેંબરે નાગપુરમાં રમાશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]