દીપક ચાહરની વિક્રમસર્જક હેટ-ટ્રિકથી ભારતનો શ્રેણીવિજય…

ભારતના ફાસ્ટ બોલર દીપક ચાહરે 10 નવેંબર, રવિવારે નાગપુરના વીસીએ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં હેટ-ટ્રિક સહિત 6 વિકેટ ઝડપતાં પ્રવાસી ટીમનો ભારત સામે 30-રનથી પરાજય થયો હતો અને એ સાથે ભારતે 3-મેચની સિરીઝ 2-1થી જીતી લીધી. ચાહરે 3.2 ઓવરમાં માત્ર 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં હેટ-ટ્રિક લેનાર ચાહર ભારતનો પહેલો જ બોલર બન્યો છે. ગઈ કાલની મેચમાં ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 5 વિકેટે 174 રન કર્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશ ટીમ 19.2 ઓવરમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]