ધોનીએ લડાખમાં ઉજવ્યો સ્વાતંત્ર્ય દિવસ…

0
1561
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય લશ્કરના માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની હાલ ક્રિકેટની રમતમાંથી વિશ્રામ લઈને લશ્કરી ફરજ બજાવવામાં સક્રિય છે. તે ત્રણ દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ લડાખમાં છે અને 15 ઓગસ્ટ, ગુરુવારે એણે લડાખમાં આર્મી સદ્દભાવના સ્કૂલમાં બાળકોની સાથે મળીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. ત્યાં એણે ધ્વજવંદન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને જવાનો સાથે સમય વિતાવ્યો હતો. ધોનીએ આર્મી જનરલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી. ધોની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટેનન્ટ કર્નલનું માનદ્દ પદ ધરાવે છે.