વેસ્ટ ઈન્ડિઝ પહેલી વન-ડેમાં ભારતને હરાવી ગયું…

વેસ્ટ ઈન્ડિઝ ટીમે તેના બે બેટ્સમેન - શિમરોન હેટમાયર અને શાઈ હોપની સદીઓના જોરે 15 ડિસેંબર, રવિવારે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 8-વિકેટથી પરાજય આપ્યો હતો.


વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 287 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે હેટમાયરના 139 (106 બોલ, 11 ફોર 7 સિક્સ), વિકેટકીપર બેટ્સમેન હોપના અણનમ 102 (151 બોલ, 7 ફોર, 1 સિક્સ) અને નિકોલસ પૂરનના અણનમ 29 રનના યોગદાન સાથે 47.5 ઓવરમાં 2 વિકેટના ભોગે 291 રન કરીને મેચ જીતી લીધી હતી.


ભારતના દાવમાં વિકેટકીપર રિષભ પંતે 71, શ્રેયસ ઐયરે 70, કેદાર જાધવે 40 રનનું યોગદાન આપ્યું હતું.


3-મેચોની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ 1-0થી આગળ થયું છે.


બીજી મેચ 18 ડિસેંબરે વિશાખાપટનમમાં અને ત્રીજી તથા છેલ્લી મેચ 22 ડિસેંબરે કટકમાં રમાશે.