સિંધુ બની ભારતીય સંઘની ધ્વજવાહક…

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં 4 એપ્રિલ, બુધવારથી 21મી કોમનવેલ્થ ગેમ્સનો આરંભ થયો છે. કરારા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલા ઉદઘાટન સમારોહમાં ખંડ અનુસાર દેશોની ટીમોને પરેડમાં ઉતારવામાં આવી હતી. સૌથી પહેલાં આફ્રિકા ખંડનો નંબર આવ્યો હતો ત્યારબાદ અમેરિકા અને એશિયા. પરેડમાં ભારતીય સંઘની આગેવાની લીધી હતી ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ. 15 એપ્રિલ સુધી ચાલનારા આ રમતોત્સવમાં ભાગ લેવા માટે ભારતે 218 ખેલાડીઓને ગોલ્ડ કોસ્ટ મોકલ્યા છે. આમાં આઠ ખેલાડી પેરા-એથ્લીટ્સ (દિવ્યાંગ) છે.

કોમનવેલ્થના વડાં રાણી એલિઝાબેથ-દ્વિતીય વતી પ્રિન્સ ઓફ વેલ્સે 21મી કોમનવેલ્થ ગેમ્સને ખુલ્લી જાહેર કરી.

યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ