બ્રાઝિલ-બેલ્જિયમ વચ્ચે QF મુકાબલો…

રશિયામાં રમાતી ફિફા વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં 2 જુલાઈ, સોમવારે બે નોકઆઉટ મેચો રમાઈ ગઈ. પહેલી મેચમાં બ્રાઝિલે મેક્સિકોને 2-0થી અને બીજી મેચમાં બેલ્જિયમે જાપાનને 3-2થી પરાજય આપ્યો હતો. હવે 6 જુલાઈએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં બ્રાઝિલ અને બેલ્જિયમ વચ્ચે મુકાબલો થશે. બ્રાઝિલ વતી નેમારે 51મી મિનિટે અને ફિરમીનોએ 88મી મિનિટે ગોલ કર્યો હતો. બેલ્જિયમ-જાપાન મેચમાં તમામ ગોલ બીજા હાફમાં થયા હતા. જાપાને 48 અને 52મી મિનિટે ગોલ કરીને 2-0થી સરસાઈ મેળવી હતી, પણ ત્યારબાદ બેલ્જિયમે જોરદાર વળતી લડત આપી હતી અને 69મી અને 74મી મિનિટે ગોલ કર્યો હતો. 90 મિનિટના ફૂલ ટાઈમ બાદ સ્ટોપેજ ટાઈમમાં ચોથી મિનિટે નાસર ચાડીએ ગોલ કરતાં બેલ્જિયમે 3-2થી જીત મેળવી હતી.

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ