મેરી કોમનું ગોલ્ડ મેડલ સાથે સ્વદેશાગમન…

વિયેટનામના હો ચી મિન સિટીમાં યોજાઈ ગયેલી મહિલાઓની એશિયન બોક્સિંગ સ્પર્ધામાં ૪૮ કિ.ગ્રા. વજનના વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીતનાર એમ.સી. મેરી કોમ ૯ નવેમ્બર, ગુરુવારે ગુરુગ્રામ પરત ફરી હતી અને મિડિયાકર્મીઓને પોતાનો ગોલ્ડ મેડલ બતાવતો પોઝ આપ્યો હતો. એની સાથે બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અજય સિંહ છે. આવતી ૨૫ નવેમ્બરે ૩૫ વર્ષની થનાર મેરી કોમે ઉત્તર કોરિયાની યાન્ગ મી કીમને હરાવી હતી. મેરી કોમે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]