એશિયન ગેમ્સઃ મનજીત સિંહે અપાવ્યો 800 મીટરનો ગોલ્ડ…

0
1004
ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાતી 18મી એશિયન ગેમ્સમાં 28 ઓગસ્ટ, મંગળવારે 10મા દિવસે ભારતના મનજીત સિંહે 1:46.15 સમય સાથે પુરુષોની 800 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ જ હરીફાઈનો રજત ચંદ્રક પણ ભારતને મળ્યો છે. જિનસન જોન્સને 1:46.35 સમય નોંધાવ્યો હતો. ભારતે આ ઉપરાંત કુસ્તીના એક પ્રકાર કુરાશમાં સિલ્વર અને બ્રોન્ઝ, 4×400 મીટર મિક્સ્ડ રીલે દોડમાં ભારતે સિલ્વર મેડલ, તીરંદાજીમાં ભારતીય પુરુષો, મહિલાઓની ટીમે સિલ્વર, મહિલા બેડમિન્ટનમાં પી.વી. સિંધુએ રજત અને સાઈના નેહવાલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.