અનુષ્કા પણ જોડાઈ ટીમ ઈન્ડિયાનાં સભ્યોની સાથે બોટ પાર્ટીમાં…

બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેનાં પતિ અને ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તથા ભારતીય ટીમના અન્ય સભ્યોની સાથે કેરેબિયન ટાપુ પર ફૂરસદના સમયમાં એક ક્રુઝ એટલાન્ટિક બોટ પાર્ટીમાં સામેલ થઈ હતી. તેની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. અનુષ્કા-વિરાટની સાથે છે, કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ અને રવિચંદ્રન અશ્વિન. ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. બેમાંની પહેલી ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમ 1-0થી આગળ છે. બીજી અને આખરી ટેસ્ટ 30 ઓગસ્ટથી જમૈકામાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]