ભારતીય ક્રિકેટરો ઓસ્ટ્રેલિયન PMને મળ્યા…

વિરાટ કોહલીના વડપણ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો 1 જાન્યુઆરી, મંગળવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસનને શુભેચ્છા મુલાકાત માટે એમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. વિરાટની સાથે એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા પણ હતી. ભારતીય ક્રિકેટરોની સાથે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો પણ હતા. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેઈન સાથે એની પત્ની પણ હતી. સહુનું ઓસ્ટ્રેલિયન પીએમ મોરિસન અને એમના પત્નીએ સ્વાગત કર્યું હતું. મોરિસન અને એમના પત્ની વિરાટ અને અનુષ્કાને અલગ રીતે પણ મળ્યા હતા અને હળવી ક્ષણોમાં થોડીક વાતચીત કરી હતી. કોહલી વ્હાઈટ શર્ટ અને ગ્રે બ્લેઝરમાં સજ્જ હતો જ્યારે અનુષ્કા લાલ રંગના ડ્રેસમાં સુંદર લાગતી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી અને સીરિઝની આખરી ટેસ્ટ મેચમાં રમશે. ભારત સીરિઝમાં 2-1થી આગળ છે.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]