ટીમ ઈન્ડિયા જ એશિયન ચેમ્પિયન…

0
1506
એશિયા કપ-2018ની 28 સપ્ટેંબરે, શુક્રવારે દુબઈમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી અને છેલ્લા બોલ સુધી રોમાંચક રહેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 3-વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ 48.3 ઓવરમાં 222 રન કર્યા હતા. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 223 રન કરી મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશના ઓપનર લિટન દાસ (121)ને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને સમગ્ર શ્રેણીમાં કુલ 342 રન કરનાર શિખર ધવનને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. ભારત ગઈ વેળાનું પણ ચેમ્પિયન હતું અને તેણે આ વિજેતાપદ પોતાની પાસે જાળવી રાખ્યું છે. ભારત સાતમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું છે.