ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ત્રીજી વન-ડેમાં વિજય…

ભારતીય ક્રિકેટ ટીમે 28 જાન્યુઆરી, સોમવારે માઉન્ટ મોન્ગાનુઈના ઓવલ-બૅ મેદાન ખાતે રમાઈ ગયેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 7-વિકેટથી પરાજય આપી પાંચ-મેચોની સીરિઝ પર 3-0થી કબજો લઈ લીધો છે. ગૃહ ટીમ 49 ઓવરમાં 243 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે તેના જવાબમાં, 43 ઓવરમાં 3 વિકેટ ખોઈને 245 રન કરીને મેચ જીતી લીધી હતી. ચોથી મેચ 31 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં અને પાંચમી તથા છેલ્લી મેચ 3 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]