વર્લ્ડ કપઃ પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ પર 6-વિકેટથી વિજય…

બર્મિંઘમ, એજબેસ્ટનમાં 26 જૂન, બુધવારે રમાઈ ગયેલી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. સ્કોરઃ ન્યૂઝીલેન્ડ 237-6 (50), પાકિસ્તાન 241-4 (49.1). પાકિસ્તાનના બાબર આઝમને અણનમ 101 રન (127 બોલ)ને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. તેણે અને હેરિસ સોહેલ (68)ની જોડીએ ચોથી વિકેટ માટે 126-રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડના દાવ વખતે પાકિસ્તાનનો બેસ્ટ બોલર રહ્યો હતો શાહિન અફરિદી, જેણે 10 ઓવરમાં 28 રનમાં 3 વિકેટ ઝડપી હતી.