PhotosGallerySports ભારત સેમી ફાઈનલમાં 18-રનથી પરાસ્ત… July 10, 2019 Share on Facebook Tweet on Twitter માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં 10 જુલાઈ, બુધવારે રમાઈ ગયેલી આઈસીસી વર્લ્ડ-કપ 2019ની પહેલી સેમી ફાઈનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 18-રનથી હારી ગયું. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન કરી ભારતને જીત માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એને ચેઝ કરવા જતાં ભારતનો દાવ 49.3 ઓવરમાં 221 રનમાં પૂરો થયો હતો. રવિન્દ્ર જાડેજા (77) અને મહેન્દ્ર સિંહ ધોની (50)ની જોડીએ 100 રનની ભાગીદારી કરીને ભારતને જીતની સ્થિતિમાં મૂક્યું હતું, પણ આખરે ધોની રનઆઉટ થતાં ભારતની જીતની આશા પડી ભાંગી હતી.