ભારતીય ટીમ U-19 WC ફાઈનલમાં…

પૃથ્વી શૉની આગેવાની હેઠળ ભારતના 19-વર્ષની નીચેની વયના ક્રિકેટરોની ટીમે 30 જાન્યુઆરી, મંગળવારે ક્રાઈસ્ટચર્ચમાં આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પાકિસ્તાનને માત્ર 69 રન ઓલઆઉટ કરી મેચ 203 રનથી જીતી લઈને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 3 ફેબ્રુઆરીએ રમાનાર ફાઈનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થશે, જેણે પહેલી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. ત્રણ વાર આ સ્પર્ધામાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ લઈ 50 ઓવરમાં 9 વિકેટે 272 રન કર્યા હતા. શુભમાન ગિલે 102 રન કર્યા હતા. ત્યારબાદ ભારતના બોલરોએ દેકારો બોલાવ્યો હતો. ઈશાન પોરેલે 4, શિવા સિંહ અને રિયાન પગારે વ્યક્તિગત બે વિકેટ લીધી હતી તો અનુકૂલ રોય અને અભિષેક શર્માએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]