ન્યૂ ઝીલેન્ડે જીતી રાજકોટ T20I…

ન્યૂ ઝીલેન્ડની ટીમે ૪ નવેમ્બર, શનિવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાન ખાતે બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને ૪૦-રનથી હરાવીને ત્રણ-મેચોની સિરીઝને ૧-૧થી સમાન કરી છે. ત્રીજી અને સિરીઝની છેલ્લી મેચ ૭ નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. ન્યૂ ઝીલેન્ડની મેચનો હીરો હતો તેનો ઓપનર કોલીન મુનરો, જે ૧૦૯ રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને બોલિંગમાં શ્રેયસ ઐયરની વિકેટ પણ લીધી હતી. ન્યૂ ઝીલેન્ડે તેના હિસ્સાની ૨૦ ઓવરમાં બે વિકેટે ૧૯૬ રન કર્યા હતા. ભારતની ટીમ તેના જવાબમાં ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૫૬ રન બનાવી શકી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ૬૫ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ૩૩ રનમાં ચાર વિકેટ લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]