ઓસ્ટ્રેલિયા બીજી T20I મેચ સાથે સીરિઝ 2-0થી જીતી ગયું…

0
1812
ઓસ્ટ્રેલિયાએ 27 ફેબ્રુઆરી, બુધવારે બેંગલુરુમાં ભારતને બીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 7-વિકેટથી પરાજય આપ્યો હતો અને એ સાથે સીરિઝ 2-0થી જીતી લીધી હતી. ભારતે 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 190 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 38 બોલમાં 6 સિક્સર અને બે બાઉન્ડરી સાથે ઝૂડી કાઢેલા 72 રન ભારતના દાવની વિશેષતા હતા, પણ ગ્લેન મેક્સવેલે માત્ર 55 બોલમાં 9 સિક્સર અને 7 બાઉન્ડરી સાથે અણનમ 113 રન ઝૂડી કાઢીને મેચને ભારતના હાથમાં જવા દીધી નહોતી.