એશિયા કપમાં ભારતનો હોંગ કોંગ પર વિજય…

દુબઈમાં રમાતી એશિયા કપ 2018 ક્રિકેટ સ્પર્ધામાં 18 સપ્ટેંબર મંગળવારે ભારતે ગ્રુપ-Aમાં પોતાની પહેલી મેચમાં હોંગ કોંગને 26-રનથી પરાજય આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 285 રન કર્યા હતા. હોંગ કોંગની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 259 રન કર્યા હતા. ભારતીય મૂળના ચાઈનીઝ નાગરિક અંશુમન રાથના નેતૃત્ત્વ હેઠળની હોંગ કોંગ ટીમનો સ્પર્ધામાં આ બીજો પરાજય થતાં તે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે. રાથે 73 અને નિઝાકત ખાને 92 રન કર્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 34 ઓવરમાં 174 રનની તોતિંગ ભાગીદારી કરી હતી. ભારતના ફાસ્ટ બોલર ખલીલ એહમદ અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 3-3 અને ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતના દાવમાં 127 રન કરનાર શિખર ધવનને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

હોંગ કોંગનો ભારતીય મૂળનો (ઓડિશા) ચાઈનીઝ નાગરિક કેપ્ટન અંશુમન રાથ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]