ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં 14 નવેંબર, ગુરુવારથી શરૂ થયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતના બોલરોનું બાંગ્લાદેશ ટીમ ઉપર વર્ચસ્વ રહ્યું હતું. બાંગ્લાદેશના બેટ્સમેનો એમના પહેલા દાવમાં માત્ર 58 ઓવર જ રમી શક્યા હતા અને માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ભારતના 3 ફાસ્ટ બોલરો - મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે એમની વચ્ચે 7 વિકેટ વહેંચી લીધી હતી. શમીએ 3, શર્મા-યાદવે 2-2 વિકેટ લીધી હતી. ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. એક બેટ્સમેન રનઆઉટ થયો હતો. બાંગ્લાદેશ ટીમમાં 43 રનનો આંકડો સૌથી ઊંચો રહ્યો, જે મુશ્ફીકુર રહીમનો હતો. કેપ્ટન મોમિનુલ હકે 37 રન કર્યા હતા.